UNCHA UNCHA SHATRUNJAY NA SHIKHRO ... AA STAVAN NI RACHNA KONE KARI??

Friday, 25 November 2016

અઢાર પાપ સ્થાનક


શ્રીપદ્મ-જીત-હિર-કનક-દિપ (દેવેંદ્ર)-કંચન-કલાપૂર્ણ-કલાપ્રભ-તીર્થભદ્રસૂરી- તીર્થરતી- તીર્થનીર્વાણ- તીર્થરત્નવિજય સદ્ ગુરૂભ્યોનમઃ --------------------------------         હર્ષ મયૂર ચંદ્રકાંત છેડા પ્રસતૂત     _____________________                અઢાર પાપ સ્થાનક ---------------------------- પ્રાણાતીપાત:- આ શબ્દ બે ભાગ થી બન્યૂ છે અને એ 2 ભાગ છે પ્રાણ એને અતીપાપ . પ્રાણ નૉ અર્થ  જીવ અને અતીપાપ નો અર્થ જીવ ની હિંસા કરવી ,મૃત્યૂ કરવી.આ આખા શબ્દ નો અર્થ છે કે કોઈ પણ જીવ ની હિંસા કરવી કે હેરાન કરવૂ. આપણે કૉઈ જીવ ની હિંસા કરવાથી આ પાપ બંધાય અધીક જાણકારી માટે ઈરયાવહિ ના સૂત્ર નો અર્થ સાથે વાંચન કરવો. મૃશાવાદ:- આ શબ્દ બે ભાગ થી બન્યૂ છે અને એ બે ભાગ છે મૃશા અને વાદ આ બે શબ્દ નો અર્થ છે કે મૃશા એટલે ખોટૂં અને વાદ એટલે બોલવૂં . આ પૂરા શબ્દ નો અર્થ ખોટૂં બોલવૂં છે.આપણે જ્યારે મસ્તી માં કે બચવા ખોટૂં બોલીએ ત્યારે જ આ પાપ બંધાય છે. અદત્તાદાન:- આ શબ્દ બે ભાગ થી બન્યૂ છે અને એ બે ભાગ છે. અદત્તા અને દાન આ બે શબ્દ નો અર્થ છે કે અદત્ત એટલે માલીક ની રજા વગર અને આદાન એટલે છીનવીલેવું . આ સંપૂર્ણ શબ્દ નો અર્થ છે કે માલીક ની રજા વગર એનૂ છીનવીલવું. આપણે જ્યારે કોઈના હક નૂં એની રજા વગર  એનૂ છીનવીલૈયે ત્યારે જ આ પાપ બંધાય છે. પરીગ્રહ:- આ સંસાર થી જોડાયેલા રહેવૂ અને એના પર વીચાર કરવાથી આ પાપ બંધાય છે. આપણે સંસાર માં રહેતા ચીજ ની જડાયી ખેંચવાથી આ પાપ અધીક માત્રા માં બંધાય છે. ક્રોધ :- આ શબ્દ નો અર્થ છે ગુસ્સો. જ્યારે માણસ નૂ ધાર્યૂ નથી થતૂ ત્યારે એને ક્રોધ થાય છે.આ ક્રોધ આવ્યા પછી માણસ નાખૂશ થઈ જાય અને નકારાત્મક વિચારો કરે છે અને નકારાત્મક  ક્રિયા કરીને નકારાત્મક શબ્દ બોલે છે. આવા વિચારો અને ક્રિયાઓ થી આ પાપ બંધાય છે. માન:- આ શબ્દ નો અર્થ છે અહમ છે. આ પાપ પોતાના માટે વિચારો આદી કરવાથી બંધાય છે. આ દોષ જ્યારે પણ આત્મા માં આવે ત્યારે આપણામાં સારૂ ,ખરાબ આ નીરખવાની શક્તિ નષ્ટ થાય છે. માયા:- આ શબ્દ નો અર્થ છે કોઈને છેતરવું કોઈનાસાથે ધોકો કરવો. જ્યારે માણસ બીજા માણસને ધોકો આપે અને સફળ થઈને સફળતાનો આનંદ લે ત્યારે આ પાપ બંધાય છે. મૈથૂન:- સેક્સ કરવાથી અને તેના વીષય વીચારવાથી આ પાપ બંધાય છે. લોભ:- આપરણે વસ્તુ કે દ્રવ્ય  મલે છે. પણ મલે એના કરતા વધારે પાવાની ઈચ્છા ને લોભ કહેવાય છે. આ  વસ્તુ કે દ્રવ્ય પાવાની ચાહ અમથી આ પાપ બંધાય છે.  રાગ:-  આ શબ્દ નો અર્થ છે જોડાણ. જ્યારે માણસ બીજા માણસ પ્રત્યે કે જીવ પ્રત્યે જોડાણ બતાવે છે કે અનૂભવે છે ત્યારે એ આ પાપ બાંધે છે. પોતાના પૂત્ર પ્રત્યે ,પૂત્રી પ્રત્યે વગેરે નો આ જોડાણ આ પાપ બાંધે છે. દ્વેષ:- આ શબ્દ નો અર્થ છે તિરસ્કાર. જ્યારે માણસ બીજા માણસ પ્રત્યે તિરસ્કાર દેખાડે છે ત્યારે આ પાપ બંધાય છે. પોતાના પરિવાર માં રહેતૂ કોઈ નથી ગમતૂ અથવા નફરત હોય  ત્યારે આ પાપ બંધાય છે. કલહ:- કલહ એટલે લડવું . જ્યારે માણસ બીજા માણસ પ્રત્યે ક્રોધ કરે, માન કરે, પછી માણસ લડે છે અને આ પાપ બાંધે છે. આ પાપ થી મિત્રતા શત્રુતા માં બદલાઈ જાય છે. અને પાપ ની માત્રા વધી જાય છે. અભ્યાખ્યાન:- બીજા પ્રત્યે ખોટું બોલવું એને અભ્યાખ્યાન કહેવાય છે. ઘણાં લોકો થી પોતાની ભૂલ નથી સ્વીકારાતી અને  એ ખોટું બોલીને પોતે દંડ થી બચીને બીજા માણસને ફસાવે છે ત્યારે આ પાપ બંધાય છે. આ પાપ થી બચવા હમેશા સત્ય બોલવૂ. પૈશૂન્ય:- કોઈ ખોટી વાતને સહયોગ આપવૉ કે અફ્વા ફેલાવાથી આ પાપ બંધાય છે. આ પાપ થી  બચવા હમેશા સત્ય બોલવૂ. પરપરીવાદ:- આ શબ્દ બે ભાગ થી બન્યૂ છે અને એ બે ભાગ છે પર એટલે બીજો માણસ અને પરીવાદ એટલે ટોકવું. જ્યારે માણસ બીજા માણસને ટોકે અને એનાથી બીજા માણસના મન માં આપડા પ્રત્યે ક્રોધ થાય ત્યારે આ પાપ બંધાય છે.આ પાપ થી બચવા પોતાને ટોકવું. રતી-અરતી:- રતી એટલે ગમવૂ અરતી એટલે તિરસ્કાર. અપડા ઘરે કોઈ રોકાવા આવે ત્યારે આપરણે બારથી એના સાથે રમવામાં કે ફરવા માં મજા આવે આપણે ગમે પણ અપડેટ અંદર થી એનો તિરસ્કાર કરીએ કે એના પ્રત્યે વેર ભાવ બતાવીએ ત્યારે આ પાપ બંધાય છે.  માયા મૃષાવાદ:- આપડે દૂષિત ખોટૂં બોલીએ ત્યારે આ પાપ બંધાય છે. ખોટું બોલવૂ ખરાબ છે અને આપણે જ્યારે દૂષિત ખોટૂં બોલીએ ત્યારે એનો પરીણામ અતી ભયંકર હોય છે. આ પાપ થી બચવા હમેશા સત્ય બોલવું. મિથ્યા- દર્શન- શલ્ય:-  આ શબ્દ ત્રણ ભાગ થી બન્યૂ છે અને એ ત્રણ ભાગ છે મિથ્યા એટલે ખોટું, દર્શન એટલે સાચો વિશ્વાસ અને શલ્ય એટલે કાંટૉ. આ નો અર્થ છે ખોટું વિશ્વાસ આત્મા માટે ભવિષ્યમાં કાંટો છે. સરળ ભાષામાં સાચી માન્યતાઓ ને ખોટું બતાવે તે આ દોષ છે. આ દોષ બધા દોષોનો રાજા છે. આ આત્મા ના બદલે શરીર ને મહત્વ વધારે આપે છે. તો આ અઢાર પાપો નો અર્થ છે,  વધૂ જાણકારી મેળવવા પાંચ પ્રતીક્રમણ ની પૂસ્તક માં રહેલા સૂત્રો નો પાઠ અર્થ સાથે કરવો. ધન્યવાદ ----------જય જીનેંદ્ર-------------------નમો અરીહંતાણં.

No comments: