UNCHA UNCHA SHATRUNJAY NA SHIKHRO ... AA STAVAN NI RACHNA KONE KARI??

Wednesday, 17 May 2017

SHATRUNJAY GIRIRAJ NI VARSHGAANTH


જૈન ભક્તિગીત ભંડાર 🙏પ્રણામ🙏 આવતી કાલનો દિવસ જૈનોમાટે મહત્વનો દિવસ છે.* 🇦🇹શ્રી પવિત્ર શત્રુંજય ગિરિરાજ ઉપર મુળનાયક શ્રી આદેશ્વર દાદાના દેરાસરની વર્ષગાંઠ વૈશાખ વદ 6 (છઠ્ઠ) ની છે. પૂજ્ય દાદાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા સંવત ૧૫૮૭માં વૈશાખ વદ 6 (છઠ્ઠ)ના રોજ કરવામાં આવેલ હતી... તે દિવસ થી શ્રી આદેશ્વર દાદાના દેરાસરે નવી ધજા ચઢાવવામાં આવે છે.....આ પ્રસંગ ૪૮૬ મો છે દર વર્ષે લાખો લોકો દૂરથી દેખાતી આ ધ્વજાને નમન કરતા નમો જિણાંણમ કહેતા કહેતા જાત્રા કરતા હોય છે..... *ચાલો તમને લઇ જઈએ વિ સં ૧૫૮૫-૧૫૮૬ માં....* "રામજી" "હાં મોતિશા શેઠ." હજી કેટલું કામ બાકી છે? મારી તબિયત ઠીક નથી લાગતી.. બસ શેઠ હવે તો કુંતાસર ની ખાઈ પણ ભરાઈ ગઈ છે, આપણી ટૂંક પણ તૈયાર થવામાં જ છે.થોડા મહિના માં તો આપણે મૂળ નાયક શ્રી આદિનાથ દાદા ની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકીશું. (રામજી એ એક અજૈન,પણ ખૂબ વિશ્વાસુ નોકર હતો, મોતિશા શેઠ નો. અને શેઠ મોતિશા ખુદ એક ધર્મ ભીરુ આત્મા હતા જેમને મન માં એકજ લગની હતી કે અત્યારે આ જે કુંતાસર ની ખાઈ ને લીધે મુખ્ય જિનાલય માં જવામાં અડચણ થાય છે એને જો હું પુરી દઉં ને જિનાલય ની પ્રતિષ્ઠા કરાવું તો રંગ રહી જાય.) પણ શેઠ એ ખાઈ પુરશો શી રીતે? અરે ભાઈ મારુ ચાલે તો મારી મુંબઇ ની સાકર ની ખાણો ની સાકર થીજ આ ખાઈ પુરી દઉં પણ શું કરું? મુંબઇ આ શત્રુંજય ગિરિરાજ થી ખુબજ છેટું છે.. શેઠ મોતિશા એ તળેટી માં પ્રતિમાજી કંડારવામાં જે સોમપુરા કારીગરો રોક્યા હતા એમનેય એવો ખોરાક ખવરાવવામાં આવતો હતો કે એમને ગેસ ના થાય ને આપણા જિનબિંબ ની આશાતના ન થાય. ધીરે ધીરે કામ આગળ વધતું ગયું.અને મોતિશા શેઠ ની તબિયત બગડતી ગઈ. રામજી બિચારો શેઠ ની દિલોજાન થી ચાકરી કરતો ગયો. પ્રતિષ્ઠા દિવસ નજીક આવતો ગયો. મોતિશા ટૂંક , શ્રી આદિનાથ જિનાલય બધુજ વ્યવસ્થિત તૈયાર થઈ ગયું ત્યાંજ..... ......શેઠ મોતિશા એ દેહ ત્યાગી દીધો.... આખા ગુજરાત, મુંબઇ બધેજ સોપો પડી ગયો.હવે? રામજી ની હાલત તો એવી થઈ ગઈ કે જાણે એનો તો નાથ ગયો ને પોતે અનાથ થઈ ગયો. શેઠ ના સુપુત્રો એ રામજી ને માંડ સાચવ્યો અને છેલ્લું બાકી રહેતું કામ પૂરું કરાવ્યું. આખા ભારત માં આમંત્રણો મોકલવા માં આવ્યા, બધાય ફિરકા ના સાધુ સાધ્વી ને આચાર્ય ભગવંતો ને આમંત્રણો મોકલવામાં આવ્યા. *અને વૈશાખ વદ ૬ઠ, વિક્રમ સંવત ૧૫૮૭ રવિવાર નો દિવસ આવી ગયો.* હવે અહીંયા એક આડ વાત. મારા કે તમારા જિનાલય ની પ્રતિષ્ઠા હોય તો કેટલા આચાર્ય ભગવન્ત આવે? તો કહે એક કે બે. પણ આ તો આપણા સહુના યુગાધિદેવ શ્રી આદિનાથ દાદા ની પ્રતિષ્ઠા હતી. આખા ભારત માંથી એ સમયે ૫૦૦ ઉપર આચાર્ય ભગવન્ત ગિરિરાજ ઉપર પધાર્યા હતા. એક એક થી ચઢિયાતા બધાય ફિરકા ના આચાર્ય ભગવંતો રંગ મંડપ માં હાજર હતા. અને સમય આવ્યો પ્રથમ ભગવન્ત ની પ્રતિષ્ઠા નો. હવે આ બધા ધર્મ ધુરંધરો માંથી દાદા ની પ્રતિષ્ઠા કોણ કરે? એટલે બધાજ દિગ્ગજો ચર્ચા માં ઉતર્યા કે પ્રભુ પ્રતિષ્ઠા નો લાભ કોને આપવો. સૌ ને એમજ હતું કે આ લાભ તો કોઈ ગચ્છાધીપતિનેજ મળશે, ત્યાં તો સૌ ના આશ્ચર્ય વચ્ચે નામ જાહેર કરવામાં આવ્યું *આચાર્ય ભગવન્ત શ્રી વિદ્યા નંદ સાગર સુરી પધારે.* આ આચાર્ય ભગવન્ત તો ક્યાંય દૂર બેઠા હતા, એમને તો વિશ્વાસ પણ ન બેઠો કે એમને આમંત્રી રહ્યા છે. આજે આપણે કોઈ પણ ભગવાન ભરાવીએ, કે પ્રતિષ્ઠા કરાવીએ ત્યારે એમની પલાખી માં આપણા આખા કુટુંબ નું નામ લખાવીએ છીયે, જ્યારે અત્યંત વિનયી આ આચાર્ય મહારાજે તો એવી શરત રાખી કે પ્રતિમાજી પર મારુ નામ ક્યાંય ન જોઈએ. એટલેજ શત્રુંજય મંડન શ્રી આદિનાથ ભગવન્ત ની પ્રતિમાજી પર એમનું નામ નથી. અને જેવી પ્રભુ ની પ્રતિષ્ઠા થઈ તેવાજ દેવો એ આવી ને આ પાવન પ્રસંગે જળ અભિષેક કર્યો અને દેરાસર ગાજી ઉઠયું કે *લાવે લાવે મોતિશા શેઠ નવણ જલ લાવે છે* *નવરાવે મરુદેવા નંદ પ્રભુજી પધરાવે છે.* શેઠ ના પુત્રો ને તો રામજી ને શુ આપવું એ સુજતુજ નહોતું, કેમ કે એ કઈ સ્વીકારવા તૈયારજ નહોતો. અંતે એનું નામ અમર રહે એટલે ગિરિરાજ ની પ્રથમ પોળ ને *રામપોળ* નામ આપવા માં આવ્યું. *ધન્ય ગિરિરાજ.* *ધન્ય શેઠ મોતિશા,* *ધન્ય મંગલ ગડી.* *ધન્ય વૈશાખ સુદ ૬ઠ.* *ધન્ય જિન શાસન...* આપની ઉપસ્થિતિ ન હોવા છતાં પણ ભાવથી વંદન કરી આવા પ્રસંગ ની અનુમોદના કરી ઘેર ઘેર દીપ પ્રજ્વલિત કરી મીઠું મોઢું કરવું જોઈએ 🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹 FOR MORE :- WEBSITE:- www.harshjainlyrics.blogspot.com FACEBOOK PAGE:- www.facebook.com/jainlyricsbyharshchheda YOUTUBE CHANNEL:- https://m.youtube.com/channel/UC1wr43MQ51dDE-QprV6mZdQ PLEASE VISIT OUR WEBSITE/BLOG. LIKE OUR FACEBOOK PAGE. SUBSCRIBE OUR YOUTUBE CHANNEL